ચા પ્રેમી

  • 4k
  • 2
  • 1.2k

કાલે એક મિત્રની સાથે એના માટે છોકરી જોવા જવાનું થયું. ભાઈ થોડાક નર્વસ એટલે મારે પણ સાથે જવું પડયું. પારિવારિક ફોર્માલિટી પતાવી અને બન્ને છોકરા છોકરી વાત કરવા માટે એકાંત સ્થળે ગયા, થોડીક વારમાં બન્ને પક્ષોની સહમતિથી ગઠબંધન કરવાનું નક્કી કર્યું(એટલે બન્ને જણાંને એકબીજા પસંદ આવ્યા) . છોકરીના માતા-પિતાની ઇચ્છા હતી કે દાદીમા બીમાર છે એટલે આજે જ ગોળ-ધાણા કરવામાં આવે એવી ઈચ્છા હતી. સામે પક્ષે મારા મિત્રનો પરિવાર પણ હરખઘેલો હતો એટલે ફરીથી બીજી ફોર્માલિટી શરૂ થઈ. એક પછી એક બધા લોકોએ છોકરી-છોકરા બન્નેને કંકુ-ચોખાથી ભરી મૂક્યા. અંદર મનમાં મારા મિત્ર માટે ખુશી અને દુઃખની મિશ્રિત લાગણી થતી હતી,