લવ રિવેન્જ પ્રકરણ-26 "સિદ્ધાર્થ.....!" લાવણ્યા જોરથી બૂમ પાડી ઉઠી. કમ્પાઉન્ડમાં તેની સામેજ સિદ્ધાર્થ ઊભો હતો. લાગણીઓના વાવાઝોડાં જેવાં લાવણ્યાએ કરેલા મેસેજો વાંચીને સિદ્ધાર્થની આંખ ભીની થઇ ગઈ હતી. તે લાવણ્યાને ભીની આંખે ભાવપૂર્વક જોઈ રહ્યો હતો અને તેનાં હોંઠ ઉપર હળવી ક્યૂટ સ્માઇલ હતી. તેને જોતાંજ લાવણ્યાનું હ્રદય અને ચેહરો ખીલી ઉઠ્યો. તેની ખુશીનો પાર ના રહ્યો અને તેની આંખોમાંથી આંસુઓની ધાર વહેવાની શરૂ થઈ ગઈ. લાવણ્યાનાં હાથમાં રહેલો તેનો ફોન છૂટી ગયો. અચાનક તેનાં શરીરમાં જાણે નવો પ્રાણ ફૂંકાયો હોય અને તે જીવી ઉઠી હોય એવું તેણીનેને ફીલ થયું.તે ઝડપથી દોડી અને સિદ્ધાર્થ જોડે પહોંચી કૂદીને