એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૨

  • 2.9k
  • 954

નિત્યા સવારે ઉઠી.એની બાજુમાં સૂતી કાવ્યાને કપાળમાં કિસ કરી.થોડી વાર સૂતી કાવ્યાના માસૂમ ચહેરા સામે જોઈ રહી.પછી એના માથા પર હાથ ફેરવીને કાવ્યા જાગી ના જાય તેથી ધીમા ડગલે પોતાના રૂમમાં જવા માટે નીકળી.નિત્યાએ રૂમમાં જઈને જોયું તો દેવ પહેલેથી જ જાગેલો હતો અને મોબાઈલમાં કંઈક ફેંદી રહ્યો હતો.નિત્યાએ દેવને આમ જોતાં કપબર્ડમાંથી કપડાં કાઢતા કાઢતા વાતચીત શરૂ કરી. "કેમ વહેલા ઉઠી ગયા તમે?"નિત્યાએ દેવને પૂછ્યું. "બસ એમ જ" "અચ્છા" "એક્ચ્યુઅલી,આઈ એમ નોટ ફીલિંગ વેલ" "કેમ?,શું થયું છે?" "માથું બહુ જ દુખે છે" "હા,એ તો દુખવાનું જ હતું ને"નિત્યા ધીમેથી બોલી પણ દેવને સંભળાઈ ગયું હોવાથી દેવે પૂછ્યું,"શું કહ્યું તે?"