એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૧

  • 2.8k
  • 1
  • 992

"આઈ ડોન્ટ લવ નિત્યા મમ્મી.પ્રેમ એક જ વાર થાય અને મેં એ કરી લીધો છે.મને નથી લાગતું કે હવે જીવનમાં હું બીજી વાર કોઈને પ્રેમ કરી શકીશ.અને એટલે જ હું નિત્યાને મારાથી દૂર રાખું છું.એ મને સાચો પ્રેમ કરે છે.એ મારા માટે કઈ પણ કરી શકે છે.અને આજ એ વાત સાબિત થઈ ચૂકી છે.મેં એના પ્રેમનું અપમાન કર્યું છતાં પણ નિત્યા મારી ચિંતામાં મને શોધતા શોધતા રેસ્ટોરન્ટ આવી પહોંચી હતી.પણ હું હવે એને વધારે દુઃખી કરવા નથી માંગતો.એટલે જ મેં રેસ્ટોરન્ટમાં એની સાથે એવો બીહેવ કર્યો હતો જેથી મને દુઃખી જોઈને એ મારી પાછળ ના આવે.જો એ મારી પાસે આવશે