દશાવતાર - પ્રકરણ 36

(74)
  • 3.8k
  • 2
  • 1.7k

          એ એક ગગનચુંબી દીવાલની સામે ઊભો હતો. એ દીવાલને જોતો રહ્યો પણ આકાશ સુધી તેનો છેડો ક્યાય દેખાતો નહોતો. હજારો ટન વજનના પથ્થરના ચોસલા એકબીજા પર ગોઠવેલા હોય તેવી એ દીવાલમાં ઠેક ઠેકાણે તીરાડો પડેલી હતી અને ઠેક ઠેકાણેથી દીવાલના પથ્થરો ખવાઈને ગાબડા પડ્યા હતા. દીવાલ પર હાથના કાંડા કરતાં પણ જાડી વેલ પથરાયેલી હતી અને દીવાલનો ઉપરની હદ માપવા આકાશ તરફ દોડી જતી હતી પણ એ વેલ પણ ઊંચે જતાં દીવાલ જેમ ધૂંધળી થઈ આકાશમાં ભળી જતી હતી. કદાચ દીવાલનો અંત જ નહોતો.           વિરાટ એ દીવાલથી પરિચિત હતો. એ