મેજિક સ્ટોન્સ - 1

(18)
  • 5k
  • 2.6k

જસ્ટિન ને આજે પણ રોજની જેમ મોડું થઈ ગયું હતું. કસ્ટમરને ટાઇમસર છોડીને જસ્ટિન કાર ટ્રાન્સપોર્ટ ઓફિસ પર મૂકવા જઈ રહ્યો હોય છે. મોડું ઘણું થઈ ગયું હોય છે માટે આજે પણ જસ્ટિન રોજની જેમ જંગલ વાળો શોર્ટ કટ રસ્તો પકડે છે. પૂર જડપે કાર હંકારી જંગલવાળા સૂમસામ રસ્તેથી જઈ રહ્યો હોય છે. જસ્ટિનનું મન આજે દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ તરફ એનું ધ્યાન દોરવી રહ્યું હોય છે. કોલેજમાં આજે પણ ફરી વાર પોતાની સાથે થયેલા પ્રેંક વિશે વિચારીને ગુસ્સે થાય છે. કોલેજમાં બધા છોકરા છોકરીઓએ એની હસી ઉડાવે છે. જસ્ટિન કરી પણ શું શકતો હ