એક ચાહત એક ઝનૂન - ભાગ 11

  • 2.3k
  • 1.3k

એક નવાં મોબાઇલમાં રાશિએ હસતાં-હસતાં નવું સીમકાર્ડ નાખીને પોતાના મોબાઈલમાંથી કેટલાંક ફોટા સેન્ડ કર્યાં. પ્રવેશ સાથે સવારે જોગિંગ દરમિયાન તેનાં રોકેલા એક માણસ પાસેથી મેળવેલા તમામ ફોટા બીજા મોબાઇલમાં ટ્રાન્સફર કર્યા. તેને થયું કે આ ફોટા જોઈને બે ઘડી તો મને ખુદને પણ એમ થાય છે કે શું હું અને પ્રવેશ સાચે જ તો એકબીજાના પ્રેમી નથી ને? તો તૃષા જ્યારે આ ફોટા જોશે ત્યારે તેના મનમાં તો એવું જ થશે કે પ્રવેશ રાશિના પ્રેમમાં પડી ચૂક્યો છે. વળી અધુરામાં પૂરું પ્રવેશે તૃષાને પોતાને મળેલી જોબ વિશે પણ કશું કહ્યું નથી. તેથી એ રીતે પણ તૃષાના મનમાં શંકાનાં બીજ રોપાશે.