અતૂટ બંધન - 12

  • 3k
  • 1.8k

(સાર્થક અને એનો પરિવારને વૈદેહીને બધું ભૂલી આગળ વધવા કહે છે અને શિખા સાથે બંને કોલેજ જાય છે. કોલેજમાં અપૂર્વ, શિખા અને વૈદેહી વાતો કરી રહ્યા હોય છે જે વિક્રમ જોઈ લે છે અને ગુસ્સે થાય છે. હવે આગળ) બધાં લેક્ચર પૂરા થયા અને વૈદેહી અને શિખા ક્લાસમાંથી નીકળી કોલેજ ગેટ પાસે પહોંચ્યા. સાર્થક બંનેને લેવા આવ્યો હતો. બંને ગાડીમાં બેઠા. સાર્થકે ગાડી સ્ટાર્ટ જ કરી હતી કે એની નજર અપૂર્વ ઉપર પડી. "તમે બંને બેસો. હું આવ્યો." સાર્થક આટલું કહી ગાડીમાંથી ઉતરી અપૂર્વ પાસે ગયો. અપૂર્વ કોઈની સાથે ફોન પર વાત કરતો હતો. સાર્થકને જોઈ એ હસ્યો અને પછી