કોને ભૂલુંને કોને સમરુ રે - 173 - છેલ્લો ભાગ

  • 1.5k
  • 1
  • 604

અંધેરી રેલ્વે સ્ટેશનથી શરુ થતી ચર્ચગેટ સ્લો ટ્રેન પકડવા પહલી વખત સોનલનો હાથ પકડ્યો અનેડબ્બામાં પ્રવેશ્યા ત્યારે સોનલની આંખમા ઝળઝળીયા આવી ગયા... કેમ બા કાકાથી છુટ્ટા પડીને આમ લોકલ પકડી તેમાં ઝળઝળીયાં ..? ચંદ્રકાંત હેબતાઇ ગયા.. તું સાવ પાગલ છે ..આ તારા કાંડામા મારા કાકાની જેમ બહુ જોર છે તે જો મારી હથેળી સાવ કચડીનાખી.. સોનલ.. ઓહ સોરી સોરી હવે..?હવે એ ખબર પડી ગઇ કે તું સાવ નાજુક લજામણી છે ને સંસારની આપણીરાહ તો બહુ ઉબડખાબડ છે...હવે લાવ જરા માલીસ કરી દઉં... એટલી નાજુક પણ નથી ને મુરખ પણ નથી..આ ટ્રેન છે સામે બધા પેસેંજરો આપણને ટગર ટગર જુએછે... કહી સોનલ પોતાનો હાથ છોડાવી નજીક ચીપકીને બેસી