આજે મહેંન્દ્રગોરની સુચના પ્રમાણે બપોરનું છેલ્લું મુહૂર્ત હતું એટલે રસ્તો એમ કાઢવાનાં આવ્યો કેહાવાબાપા જ વિધિમાં બેસે અને રૂપીયો નારિયેળ બદલાવી લેવાનો ..એટલે હવે ચંદ્રકાંતનાં માટે રાતથોડી ને વેશ ઝાઝા જેવી હાલત હતી .સવારના મોટીબેનને ફોન કરી શું લાવવાનું છે એ બધી નાસ્તા માટેની વિગતો લઇ લીધી હતી .બપોરેએક વાગે બહાર એક ઢોસો ખાઇને ચંદ્રકાંત બાપાને ધરે પહોંચ્યા ત્યારે ભાભુએ બહુ આગ્રહ ક્યો"ચંદુ આંયા જમીલે ને.. બહુ મોડું થઇ ગયું છે."ભાભુ આ મારુ ઘર જ છેને ? પણ મને આજે વહેલી ભુખ લાગી હતી એટલે એક મસાલા ઢોસો બારવાગે જ ખાઇ લીધો છે .હમણા તો પેટ ફુલ છે..તમે જમો સહુ