દશાવતાર - પ્રકરણ 34

(151)
  • 4.5k
  • 1
  • 2.1k

          દેવતા રૂમમાં દાખલ થયો ત્યાં સુધી વિરાટ બેચેન હતો. એ દેવતાની જ રાહ જોતો બેઠો હતો. દેવતાનો દેખાવ એકદમ વિચિત્ર હતો. એ સ્ટેજ પર જે દેવતા વિરાટે જોયો હતો તેના કરતાં ઉમરમાં નાનો હતો. વિરાટના પિતાની ઉમરનો એ દેવતા ભયનાક કદરૂપો હતો. તેનું આંખું શરીર હાડકાંનો કાટમાળ હોય તેવું લાગતું હતું અને ચહેરા પર ચામડીમાં જાણે વેલાઓ ઊગી નીકળ્યા હોય તેવી પાતળી લીલી નસો હતી. તેની આંખોમાં કરિયાળાના જાળાં જેવી માનવ વાળ જેટલી જાડાઈની નસો હતી. તેના આખા શરીર પર ક્યાય વાળ નહોતો, ન દાઢી ન મૂછ, તેની આંખો પર ભ્રમર સુધ્ધાંના વાળ નહોતા. તેની