એક ચાહત એક ઝનૂન - ભાગ 10

  • 2.7k
  • 1.4k

રાશિએ વીસ મિનિટમાં આપણે મળીએ એવું કહ્યું એનો મતલબ એમ કે વીસ મિનિટમાં પ્રવેશને ત્યાં હાજર થવાનું જ હતું. આ રાશિ આચાર્ય હતી કે જેની દરેક વાત, વાત નહીં પરંતુ હુકમ હતો. પ્રવેશે ફટાફટ ચાદર ફગાવી અને બ્રશ કરી પોતાને અરીસામાં જોઈ સુસજ્જ કર્યો. નેવી બ્લુ નાઈટ ડ્રેસ અને શૂઝમાં ખૂબ વ્યવસ્થિત રીતે વાળ ઓળી હેન્ડસમ પ્રવેશ અરીસામાં જોઈ પોતાને જ ફ્લાઇંગ કિસ આપતો ત્યાંથી રવાના થયો. તેને માટે આ જોગિંગમાં મળવા આવવાનું ઇન્વિટેશન એટલે સફળતાને મળવા જવાનાં રસ્તા તરફનો એક કદમ હતો. જ્યારે રાશિ માટે આ એક પ્રવેશને ફસાવવાનું એક છટકું હતું. રાશિનો કૉલ મૂક્યાની બરાબર ઓગણીસમી મિનીટે પ્રવેશ