બાળ ત્યક્તા

  • 2.4k
  • 1
  • 784

અમારે ઘરે કામ માટે રાખવામાં આવેલ સુંદરબેન અઠવાડિયામાં એકાદ દિવસ કોઇના કોઇ બહાને કામ પર ન આવતા, પણ તેમના સ્વભાવમાંએક સારી વાત હતી કે જે દિવસે તે ન આવે તે દિવસે તે તેમની દીકરી કે વહુને ઘરે કામ પર મોકલી દેતા. અમો પરિવાર ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ના મુખ્ય શહેર રાજકોટમાં નવા નવા આવેલ હતા. પતિ એકાઉન્ટ જનરલની કચેરીમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. સરકારી નોકરી હતી. ટ્રાન્સફર બે-ચાર વર્ષમાં થતી રહેતી હતી. પહેલા તો તે એકલા જ આવ્યા હતા, પછી જ્યારે રહેવા માટે યોગ્ય કવાટસઁ મળ્યું ત્યારે તે મને અને બંને બાળકોને પણ લઈને આવ્યા હતા. બાળકો હજુ નાના હતા.