છેલ્લું પક્ષી…! 

  • 4.3k
  • 1
  • 1.4k

છેલ્લું પક્ષી…! "તારું નામ આજથી માયા !" રોશનીએ પિંજરામાં રહેલા એક સુંદર પક્ષીને કહ્યું. આખરે માયાને એ જગ્યાથી છુટકારો મળ્યો જેનાથી તે સૌથી વધુ નફરત કરતી હતી. જેની બહાર તે ક્યારેય પણ નીકળી ન હતી. તેણે તો એવું પણ લાગતું હતું કે તેનું મૃત્ય તે જ પક્ષીઓને વેચનાર દુકાનમાં જ થશે. તે વિચારતી હતી કે, 'આ જ નર્કમાં મૃત્યુ પામીને મને સ્વર્ગ મળશે !' પણ આજ રોશનીના કારણે તેની એ કલ્પનામાં બદલાવ આવ્યો હતો. આજે તે સૌથી વધુ સુખી પક્ષી હોવાનું માનતી હતી. તેની ખુશીનો પાર ન હતો. માયા એ જાણતી ન હતી કે તેને જન્મ દેનાર કોણ હતું ?