એક અંધારી રાત્રે - 10 - છેલ્લો ભાગ

(16)
  • 4k
  • 1.9k

10. "બીજી એક વાત પૂછું. એક વખત તારું શરીર અર્ધું દેખાયેલું. હવામાં હોય એવો ભાસ થયેલો. એક વાર મીણબત્તી હવામાં તરતી હોય તેમ લાગેલું. એનાથી હું ખૂબ ડરી ગયેલો. મારી શંકા દ્રઢ બનેલી કે હું.." મેં કિચનમાં જતાં પૂછ્યું. "ડ્રેક્યુલા સાથે છું અને હમણાં તે મારા ગળે દાંત માંડી લોહી ગટક ગટક પીશે. એમ જ ને? વિચારીએ એવી દુનિયા દેખાય." તેણે કહ્યું અને આગળ ચલાવ્યું - "તું સૂતો હતો. સેન્ટર ટીપોય તારી આંખના લેવલે, વધુ નજીક હોઈ મોટી દેખાય. હું પડદા નજીક એટલે દૂર હોઈ ટીપોય કરતાં નાની ઈમેજ દેખાય. આગળ ટીપોય છે તે અંધારામાં દેખાયું નહિ હોય એટલે મારું