ખૂની ખેલ - 14 - છેલ્લો ભાગ

(20)
  • 3.1k
  • 1
  • 1.4k

પ્રકરણ ૧૪આ બંને વસ્તુઓ જોતાં જ રીચલ ઉછળીને જમીન પર પડી. એટલી ક્ષણોમાં તો તે ચારેય ઝાડીઓ પાછળથી નીકળી ત્યાં આવી પહોંચ્યાં. યોગી ઈશ્વરચંદે એક હાથમાં વનસ્પતિ રાખી ભસ્મ રીચલ પર ફેંકી. તેના ક્રોધનો પાર ના રહ્યો. તેની તીણી ચીચીયારીઓથી આસપાસની ઝાડીઓને ધ્રૂજવવાં માંડી. ને મોંઢામાંથી આગ ઓકવાં માંડી. આ જોઈ તે, જીએમ અને જીએમનાં વાઈફ પાછાં હટી ગયાં. જીએમનાં વાઈફે જીએમનો હાથ જોરથી પકડી લીધો. અચલ યોગી ઈશ્વરચંદની બાજુમાં અડીખમ ઊભો રહ્યો. યોગી ઈશ્વરચંદનાં મતે તેમણે હવે રીચલનો અંત જ લાવવો પડે તેમ હતો. રીચલનાં શરીરમાં કોઈજાતનું મનુષ્યત્વ બાકી રહ્યું નહોતું. જે કોઈ સ્ત્રીને મારીને તેનું શરીર તે વાપરતી