વારસદાર - 69

(68)
  • 4.9k
  • 4
  • 3.4k

વારસદાર પ્રકરણ 69તલકચંદને મળીને મંથન સીધો પોતાના ઘરે જ ગયો. થોડો સમય અભિષેક સાથે ગાળ્યો. એ પછી જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે એણે જમી લીધું. તલકચંદને જે રીતે એણે મનાવી લીધા એ ગુરુજીની કૃપા વગર શક્ય જ ન હતું. એ ઘરેથી ગુરુજીને પ્રાર્થના કરીને જ નીકળ્યો હતો. હવે કેતા અને મૃદુલાબેનને સરપ્રાઈઝ આપવાનું હતું. પરંતુ એ પહેલાં ગડાશેઠના આદેશ મુજબ સુજાતા દેસાઈને મળવું જરૂરી હતું. જમીને એણે થોડો આરામ કર્યો અને પછી બપોરે ત્રણ વાગે એ પારલા જવા માટે નીકળ્યો. મુંબઈના ગીચ ટ્રાફિકમાં દરેક જગ્યાએ મર્સિડીઝ લઈને જવું અનુકૂળ નથી હોતું. પારલા બહુ દૂર નહોતું એટલે એણે ઘરેથી રીક્ષા