વારસદાર - 68

(74)
  • 5k
  • 7
  • 3.4k

વારસદાર પ્રકરણ 68તલકચંદ ખૂબ જ હોશિયાર હતા અને કાબેલ વેપારી પણ હતા. દલીચંદના ડાયમંડ ખૂબ જ ઊંચી કવોલિટીના હતા. મંથનને ૭૮૨ કરોડ આપી એમણે એ ડાયમંડ લગભગ ૧૦૦૦ કરોડમાં વિદેશી પાર્ટીને ટુકડે ટુકડે વેચ્યા હતા. એમણે પોતાના સોલિસિટર મુનશી સાહેબને પણ એક કરોડ રૂપિયા ગિફ્ટ તરીકે પહોંચાડી દીધા હતા. મંથન વિશે એ બધું જ જાણતા હતા કારણ કે મંથન દલીચંદનો કન્સ્ટ્રક્શન પાર્ટનર હતો અને એણે દલીચંદને કરોડો રૂપિયા કમાઈ આપ્યા હતા. આટલી ઉંમરે પણ વધુ પૈસા કમાવવાની લાલચ એમને હતી. મંથન ખૂબ જ પાણીદાર લાગ્યો. જો એની સાથે પોતે પણ પાર્ટનરશીપ કરે અને પોતાના પૈસા લગાવે તો મંથન એમને ઘણું