વારસદાર - 67

(69)
  • 5.2k
  • 4
  • 3.6k

વારસદાર પ્રકરણ 67* દલીચંદ ગડાનો જન્મ કચ્છના માંડવી તાલુકામાં થયો હતો પરંતુ નાનપણથી જ એના પિતાજી મુંબઈ શિફ્ટ થઈ ગયા હતા અને દાદર કબુતરખાના પાસે અનાજની દુકાન કરી હતી. પોતાના બુદ્ધિબળથી ધીમે ધીમે એમણે મસ્જિદ બંદરના એક મોટા કચ્છી વેપારી સાથે સેટીંગ કરીને હોલસેલનું ચાલુ કર્યું હતું અને મુંબઈના જુદા જુદા એરિયાની દુકાનોમાં એ સપ્લાય કરતા. દલીચંદ નાનપણથી જ ખૂબ સાહસિક હતો. મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યા પછી એ પિતાના ધંધામાં જ જોડાઈ ગયો હતો. કરોડો રૂપિયા કમાવાનાં એનાં સપનાં હતાં. અનાજ બજારમાં એને કોઈ મજા આવતી ન હતી. કંઈક નવું કરવું હતું જેમાં કરોડપતિ બની શકાય. ડાયમંડનો બિઝનેસ એક એવો