વારસદાર પ્રકરણ 64એ પછી મંથને કવર ઉપરનું સીલ તોડ્યું અને કવર ખોલી પત્ર વાંચવો શરૂ કર્યો. # આજે મારી જિંદગીના છેલ્લા દિવસે મહેતા સાહેબ નહીં લખું પરંતુ માત્ર મંથન સંબોધન કરું છું. તમારી પાસે કોઈક તો દિવ્ય શક્તિ છે જ જેના કારણે અગમચેતીથી તમે છ મહિના પહેલાં મારી સાથેની ભાગીદારીમાંથી છૂટા થઈ ગયા. આ દિવ્ય શક્તિ જે પણ હોય એને હું વંદન કરું છું. કાશ તમે મને પણ ચેતવી દીધો હોત !! # આવું ભાગ્યે જ બને કે કરોડો રૂપિયા કમાઈ આપતી કંપની કોઈ એક મિનિટમાં છોડી દે. તમારામાં એ હિંમત મેં જોઈ. તમે જૈન દીક્ષાનું ઉદાહરણ આપ્યું એ પણ