વારસદાર - 62

(72)
  • 5.6k
  • 3
  • 3.6k

વારસદાર 62"મહેતા સાહેબ કાલે સવારે ૭ વાગે જાતે ગાડી ચલાવીને મુલુંડ મારી ઓફિસે એકલા આવી જાઓ. સાથે ડ્રાઇવરને ના લાવતા અને વિલંબ પણ ના કરતા. હું તમારી રાહ જોઇશ. " દલીચંદ ગડા ગભરાયેલા હતા. મંથનને દલીચંદ ગડાના ફોનથી ખૂબ જ આશ્ચર્ય થયું. ગડા શેઠ વહેલી સવારે ૭ વાગ્યે પોતાને બોલાવી રહ્યા હતા અને એ પણ એકલા જ જવાનું હતું ! નક્કી ગડાશેઠ કોઈ ટેન્શનમાં આવી ગયા લાગે છે. જે હશે તે સવારે ખબર પડશે. મંથન બધી ચિંતા બાજુમાં મૂકીને સૂઈ ગયો. સવારે વહેલા નીકળવાનું હતું એટલે આજે એણે ધ્યાન ન કર્યું અને નાહી ધોઈને ગાયત્રીની ૧૧ માળા કરીને સવારે છ