વારસદાર - 61

(65)
  • 6.4k
  • 7
  • 3.6k

વારસદાર પ્રકરણ 61મંથન સમય પ્રમાણે સાંજે ચાર વાગે ગડાશેઠની મુલુંડની ઓફિસે પહોંચી ગયો. મંથન ગડાશેઠનો પાર્ટનર હોવાથી ઓફિસમાં એને કોઈએ રોક્યો નહીં અને સડસડાટ એ દલીચંદ ગડાની ચેમ્બરમાં દાખલ થયો. ગડાશેઠને મળવું હોય તો અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી પડે અને એ લીધા પછી પણ ઓફિસમાં જઈને વેઇટિંગમાં બેસવું પડે. મંથન માટે સીધા ચેમ્બરમાં જવાની છૂટ હતી. મંથન મહેતાને જોઈને ગડા શેઠ ઊભા થઈ ગયા અને મંથન સાથે પ્રેમથી હાથ મિલાવ્યો. એ પછી બંને પોતપોતાની ચેર ઉપર બેસી ગયા. ગડા શેઠનો પ્રભાવ કોઈની પણ આંખો આંજી નાખે એવો હતો. કડક ઈસ્ત્રી કરેલો ક્રીમ કલરનો ઝભ્ભો, ગળામાં સોનાની જાડી ચેઈન, સોનેરી ફ્રેમના ચશ્મા,