વસુધા - વસુમાં - પ્રકરણ  - 71

(32)
  • 3.8k
  • 3
  • 1.7k

ગુણવંતભાઈએ હરખ કરતાં કહ્યું “હમણાંજ આવ્યાં છે બેસો... ચા પાણી નાસ્તો કરો થોડો આરામ કરો પછી વાત આટલે દૂરથી કાર હંકારીને આવ્યાં છો થોડી શાતા કરો”. ભાવેશની નજર માત્ર સરલા ઉપર હતી એમણે કહ્યું “અહીં પહોંચીને બધો થાક ઉતરી ગયો.” વસુધાએ કહ્યું “કુમાર શાંતિથી બેસો સરલા સાથે હું તમારાં માટે ચા નાસ્તો લઈને આવું છું. “ભાનુબહેન અને સરલા રસોડામાં ગયાં. દિવાળીફોઈ આકુનાં ઘોડિયાને હીંચતાં હીંચતાં ફરીથી ભાજી સાફ કરવાં લાગ્યાં. ગુણવંતભાઈએ કહ્યું “સાંભળો છો ? આ મેથીનાં ગોટાજ બનાવો ગરમા ગરમ કુમારને ખુબ ભાવે છે.” દિવાળી ફોઈએ કહ્યું “હાં લો ભાજી તૈયારજ છે હું અંદર લાવું છું અને તમે બધાં