વસુધા - વસુમાં - પ્રકરણ  - 70

(33)
  • 3.9k
  • 2
  • 1.7k

વસુધાએ દૂધમંડળીનાં મકાનમાં સર્વ સભ્યો અને ગામ લોકો વચ્ચે જે 15-20 મીનીટનું જે વ્યક્તત્વ આપ્યું બધાં આફરીન પુકારી ગયાં હતાં. ગામનાં ચોરે ચૌટે અને ઘર ઘરમાં વસુધાનું નામ વહેતું થઇ ગયું હતું. જે જાણતાં હતાં કે નહોતાં જાણતાં બધા વસુધાને ઓળખવા લાગ્યાં બધાંનાં મોઢે એકજ વાત હતી કે આ ગુણવંતભાઈની વહુ તો બહું ગુણીયલ નીકળી આટલી નાની વયે આ સ્ત્રીનાં વિચાર તો જુઓ... બધાંનાં મોઢે એ વાત હતી કે પીતાંબર ગયો પણ વસુધાએ આખા ઘરનો ભાર ઉપાડી લીધો છે હવે દૂધમંડળીની ચેરમેન બની ગઈ બધાએ એક અવાજે એની નિમણુંક માન્ય કરી લીધી જે સ્ત્રીઓ ઘરમાં કે કુટુંબમાં બોલી નહોતી શક્તી