એક ચાહત એક ઝનૂન - ભાગ 6

  • 2.4k
  • 1.4k

(ગયાં ભાગમાં આપણે જોયું કે તૃષા પ્રવેશ પંડ્યાનાં પ્રેમમાં ગળાડૂબ છે. રાશિ આ વાતથી નાખુશ થઈ જાય છે. બીજી તરફ રાજેશ ઘરમાં સેક્રેટરીને સાથે લઈ આવે છે અને શોભાને થપ્પડ મારતા તે અથડાયને નીચે પડતાં માથા પર ફ્લાવરવાઝ પડે છે. હવે આગળ..)રાશિનાં મોઢામાંથી માની માથામાંથી લોહીની ધાર થયેલ દશા જોઈ એક ચીસ નીકળી જાય છે. "મા....!"ને પલંગમાંથી સફાળી બેઠી થઈ ગઈ રાશિ. શ્વાસની ગતિ એટલી તેજ ચાલતી હતી કે તેનાં ધબકારા માપવા અશક્ય હતાં. રાશિનાં કપાળ પરથી એસી. બેડરૂમમાં પણ પ્રસ્વેદ બિંદુઓ ટપકી રહ્યાં. કોઈ તેનાં ફેફ્સાને દબાવી રહ્યું હોય તેવી અવદશામાં તે હતી.દસ વર્ષ પહેલાં માને એ દશામાં જોઈ