કનેક્શન-રૂહ સે રૂહ તક - 34

(16)
  • 3.3k
  • 1.2k

૩૪.નવો અધ્યાય અપર્ણા અને શિવ બંને એક હોટેલમાં આવીને ત્યાંના રૂમમાં બેઠાં હતાં. અપર્ણા બેડ પર બેસીને પોતે સાથે લાવેલી ચીઠ્ઠી વાંચી રહી હતી, અને શિવ બસ એને જોતો ઉભો હતો. આખરે એને કંટાળો આવતાં એણે અપર્ણાના હાથમાંથી એ ચીઠ્ઠી છીનવી લીધી, અને ખુદ જ વાંચવા લાગ્યો. "હવે આ નવો અધ્યાય કોણ શરૂ કરી ગયું?" ચીઠ્ઠી વાંચીને શિવે પરેશાન અવાજે પૂછ્યું. "એ જ તો નથી સમજાતું." અપર્ણા પણ થોડી પરેશાન હતી, "તાન્યા કોઈને પ્રેમ કરતી હતી, અને મને એણે એ વાત જણાવી પણ નહીં." "ઓ હેલ્લો! હવે તું રિસાઈ ન જતી." શિવે અપર્ણા સામે ચપટી વગાડીને કહ્યું, "પહેલાં તો એ