2 તેની આંખો સામે ભૂતકાળનું એ દ્રશ્ય તાજું થઇ ચિત્રપટની જેમ રમી રહ્યું. તે ફાટેલાં, મેલાં કપડાંમાં હાથમાં કપ રકાબીઓ ખણખણાવતો “ ગરમ ચાય સાહેબ” કહેતો એ પોશ ઓફિસની ચમકતા કાચની કેબિનમાં દાખલ થાય છે. કાળા ચામડાંની રીવોલ્વીગ ચેરમાં બેઠેલા સાહેબ આખી સુનકાર ઓફિસમાં એકલા બેઠા છે. “અરે દીકરા, રવિવારે હું તો કામે આવ્યો, તું પણ આ ધોમધખતા તાપમાં ચાલુ છે? સારું. લાવ એક ગરમ ચા.” તે કીટલીમાંથી કપમાં ચા રેડે છે અને બાજુની ટ્રેમાં પડેલું એક કોસ્ટર લઇ તેના પર કપ મૂકે છે. ચાની મીઠી સુગંધથી રૂમ ભરાઈ જાય છે. સાહેબ પૂછે છે “ બેટા, તું ભણે છે?” તે