પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૭રચના શાંતિથી મીતાબેનની વાત સાંભળી રહી હતી. અગાઉ તેણે પોતાના બાળપણ વખતની પિતાની ઘણી વાતો સાંભળી હતી. એ બધી જ વાતો ટુકડે ટુકડે સાંભળી હતી. હવે તે એકસાથે આખી વાત સાંભળવા માગતી હતી. લખમલભાઇની કંપની અને પરિવારમાં એ એવો પ્રવેશ મેળવી ચૂકી હતી કે હવે પોતાના ધ્યેયમાં સફળ થવાનું સરળ સમજી રહી હતી. એ માટે મા-બાપની આખી જીવનકથા સાંભળવી જરૂરી હતી. એ પિતાને થયેલા અન્યાયનો બદલો લેવા માગતી હતી. તે લખમલભાઇના પગ જ નહીં કંપનીના પાયા પણ ધ્રૂજાવતા માગતી હતી. કેમકે એ કંપનીના પાયામાં એમનો પરસેવો નહીં કોઇનું રક્ત છે. લખમલભાઇ અને એમનો પરિવાર