ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. લગભગ સાડા દસ વાગ્યે (દુબઈમાં) જીતુભા પોતાની હોટલના કમરામાં વ્યગ્રપણે ટહેલી રહ્યો હતો. એટલામાં એના ફોનમાં રિંગ વાગી. એણે જોયું તો મોહિનીનો ફોન હતો. એણે ફોન ઉચક્યો અને કહ્યું. "હેલ્લો." "જીતુ પ્લાન સક્સેસ રહ્યો. એ બે પ્રેમીપંખીડાને અલગ અલગ બહાને તારદેવ માં બોલાવ્યા અને હું ત્યાં ગઈ જ નહિ. હવે મોજથી ફરશે એ બન્ને." "થૅન્ક્સ, મોહિની" "અરે એમાં થૅન્ક્સ શું. પણ મારે કૈક માંગવું છે તારી પાસે." "હા બોલ ને શું જોઈએ છે. તું કહે એ લઇ આવીશ દુબઇથી."