રહસ્યમય બંગલો

(11)
  • 3.2k
  • 1
  • 1.2k

એ રાત્રે મીતા અને મયુર એ જ રૂમ માં હતા જ્યાં રમેશ પહેલા થી રહેતો હતો પણ રમેશ એ તેનો રૂમ જ તેને રહેવા માટે આપ્યો આખા દશ રૂમ ના બંગલા માં થી. અને કહેલું રાત ના ગમે તે અવાજ આવે તમે બહાર ના નીકળતા. મીતા અને મયુર સુતા ને થોડી વાર માં જાંજરી નો અવાજ આવ્યો. મીતા ની ઊંઘ ઉડતા જ અવાજ ઓછો થઇ ગયો. મીતા ફરી સુઈ ગઈ. થોડીવાર માં એક બાળક નો રડવા નો અવાજ સંભળાયો. મીતા ફરી ઊંઘ માં થી જાગી અને ડરવા લાગી. કારણ કે તેની જાણ પ્રમાણે બંગલા માં માત્ર ત્રણ વ્યક્તિ જ હતા.