ત્રણ દરવાજા માર્કેટનો નવો ચહેરો

  • 2.6k
  • 948

ગઈકાલે ઘણા વખતે, કદાચ ત્રણ ચાર વર્ષ પછી ત્રણ દરવાજા, પાનકોર નાકા અને પાંચશેરી માર્કેટ ગયો.વિસ્તારની સિકલ જ બદલાઈ ગઈ છે. ભદ્રકાળી તરફથી એન્ટર થાઓ એટલે પાથરણાં વાળાઓની લાઇન ખરી પણ મોટો ખુલ્લો ચોક, લાલ પીળી પેવર ટાઇલ્સથી ઢાંક્યો છે.પાર્કિંગ માટે ખૂણે ખાંચરે ઠાંસીને પોલીસથી બીતા પાર્ક કરવું પડે એમ નથી. ખાસ બજારની મટનની દુકાનો અને સામે પોલીસચોકી થી છેક ત્રણ દરવાજા સુધી ત્રિકોણાકારે વિશાળ પાર્કિંગ છે. કાર અને સ્કૂટરો બેય માટે. ટુ વ્હીલર માટે અર્ધા કલાકના 5 રૂ., કલાક સુધી 8, 12 કલાક સુધી 10 રૂ. ત્યાં જ સ્કૂટર પાર્ક કર્યું.ગાંધીરોડ થી આવતો કે બેંક ઓફ ઈન્ડીયા થી ત્રણ