દ્રશ્યમ 2-રાકેશ ઠક્કર દક્ષિણની રીમેક બનાવનારા માટે શીખવા જેવી વાત એ છે કે મૂળ ફિલ્મ કરતાં હિન્દી 'દ્રશ્યમ 2' ની અવધિ 13 મિનિટ ઓછી છે. નિર્દેશકે ફિલ્મમાં થોડા ફેરફાર કર્યા છે છતાં અસલને બરાબર ન્યાય આપી શક્યા છે. પહેલી 'દ્રશ્યમ' રજૂ થયા પછી લોકોને ખબર પડી હતી કે એ મોહનલાલની મલયાલમ ફિલ્મની હિન્દી રીમેક છે. અને મોહનલાલની જ મલયાલમ 'દ્રશ્યમ 2' ગયા વર્ષે સીધી OTT પર રજૂ થઇ હતી. પરિણામે હિન્દી 'દ્રશ્યમ 2' રીમેક હોવાની વાત અગાઉથી જ ખબર હતી અને ઘણાને ક્લાઇમેક્સની પણ જાણ હોવા છતાં એટલી સારી બની છે કે અસલ ફિલ્મ જેવી જ લાગે છે. એ માનવું