ચોરોનો ખજાનો - 19

(17)
  • 3.8k
  • 2.3k

નકશો નકશાનો ચોથો ટુકડો એક કુરિયર મારફતે હવેલીમાં પહોંચ્યો હતો અને અત્યારે એક રૂમમાં ટેબલ પાસે ઉભેલા ડેનીના હાથમાં હતો. અત્યારે હવેલીમાં મોજૂદ દરેક વ્યક્તિ એ વાતથી ખુશ હતા કે આટલી બધી મહેનત અને સંઘર્ષને અંતે નકશાના બધા ટુકડાઓ તેમને મળ્યા હતા. ભલે એના માટે તેમણે ઘણીબધી તકલીફો વેઠવી પડી હતી તેમ જ તેમના સાથીઓની કુરબાની પણ હવે બેંકાર નથી જવાની. તેમની અધૂરી રહેલી સફર હવે તેઓ પૂરી કરી શકશે અને તેમના પૂર્વજોના સપનાઓ સાકાર કરી શકશે. દુઃખ માત્ર એ વાતનું હતું કે હવે જલંધર જહાંઝ પર કેપ્ટન તરીકે કોઈ અજાણ્યો વ્યક્તિ તેમની સાથે સફર કરશે અને કદાચ તેમણે તેના