એક ચાહત એક ઝનૂન - ભાગ 3

  • 2.9k
  • 1.8k

શોભાનાં લગ્ન રાજેશ સાથે થઈ ગયાં. ગરીબ માવતર દીકરી રાજ કરશે તે વિચારે ખુશ રહેતાં. રાજેશ ઈરાદાપૂર્વક એમને એવાં સપનાં દેખાડતો કે જેથી તેમને એવું લાગતું કે તેમની બાકીની દીકરીઓની જવાબદારી જાણે હવે રાજેશ જ ઉપાડી લેશે.જ્યારે વરવી હકીકત એ હતી કે તેની અંદર અનેક સ્ત્રીઓ સાથે સંબંધ બાંધી છળ કરનાર એક લંપટ પુરુષ જીવતો હતો. તેને મન શોભા એક પત્ની ન હતી પણ એક ચાવી ભરેલ રમકડું હતી. દર છ મહિને તેની પી.એ. બદલતી. તેની ફેક્ટરીની કોઈ મહિલા તેનાં શોષણનો ભોગ બન્યાં વગર ન રહેતી. ક્યારેક બદનામીનો ડર તો ક્યારેક આર્થિક સંકટની ફિકર! ક્યારેક લાગણીની મજબૂરી તો ક્યારેક મહાત્વાકાંક્ષાની