સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -41

(76)
  • 5.2k
  • 1
  • 3.3k

સાવી અને તન્વીએ ઘરમાં પ્રવેશ કર્યો અને સાવીએ જોયું ઘરનું વાતાવરણ એકદમ ગંભીર અને શાંત છે માં નું મોઢું રડેલું છે ચહેરો સુજી ગયો છે. અન્વી એકદમજ ગંભીર અને ચહેરો સખ્ત છે. પાપા ડ્રીંક લઇ રહ્યાં છે. સાવીને સમજતાં વાર ના લાગી કે ઘરમાં કંઈક ગંભીર અને અજુગતું બની ગયું છે... હજી એને અઘોરણ બને અને ઘરમાં આવે થૉડોકજ સમય થયો છે એ એની રીતે બધું સરખું કરવાં પ્રયત્ન કરી રહી છે. ઘરમાં સુખ સુવિધા ઉભી થાય એનાં પ્રયત્ન કરી રહી છે નાની તન્વીને જોઈએ તેવાં કપડાં, ભણવાનું મટીરીયલ બધું લાવી રહી છે એ એની લાડકી છે... સાવીને ચોક્કસ ખબર