વસુધા - વસુમાં - પ્રકરણ  - 68

(50)
  • 3.6k
  • 2
  • 1.9k

મોક્ષે કહ્યું “તમે જે રીતે વાત કરી... અમે ચોક્કસ આવીશું”. નીતાબહેને કહ્યું “અમારું NGO આમતો પશુપાલક અને સહકારી ડેરીની વ્યક્તિઓ એ ચાલુ કરેલું પછી એમાં આવાં મૂંગા જાનવરોનો નાશ અટકાવવા અમે પહેલ કરેલી... અમારાં NGOનાં મુખ્ય પ્રબંધક વસુમાં છે તમે કદાચ નામ તો સાંભળ્યુંજ હશે. એમની દોરવણી અને એમનાં આશીર્વાદથી અમે કામ કરીએ છીએ અમારાં માટે પૈસો નહીં પ્રાણીઓ માટેની સંવેદના અને સલામતિજ મહત્વની છે.” અને આ સાંભળી મોક્ષ અને અવંતિકા એકબીજા સામે જોઈ રહ્યાં. પછી નીતાબેનની નજર "ગૌરી" વાછરડી પર પડી અને બોલી “કેટલું વ્હાલું લાગે એવું વાછરડું છે અરે આતો વાછરડી છે પછી હસીને કહ્યું વાહ તમને પણ