કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 50

(30)
  • 7.2k
  • 2
  • 5.1k

"કૉલેજ કેમ્પસ "ભાગ-50 આકાશ પરીની આગતાસ્વાગતા અને દરેકને પ્રેમથી આગ્રહપૂર્વક જમાડવાનો પરીના શોખને નીરખી રહ્યો અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે, "આટલી રૂપાળી અને આવી ડાહી, ઠરેલી, હોંશિયાર અને વિવેકી છોકરી જો પત્ની તરીકે મળી જાય તો મારો તો બેડો પાર થઈ જાય અને આજે તો પરીને મારા દિલની વાત કરી જ લેવી છે." તેમ વિચારતો હતો અને એટલામાં પરી તેની બાજુમાં આવીને ઉભી રહી ગઈ અને તેને જમવા માટે કહેવા લાગી એટલે બંને જમવા જવા માટે આગળ વધ્યા... પરીએ પોતાની અને નાનીમાની બંનેની પ્લેટ સાથે જ પીરસી અને નાનીમા શાંતિથી જમી શકે તે માટે તેમને એક ચેર ઉપર