તું અને તારી વાતો..!! - 2

  • 4.9k
  • 2.8k

પ્રકરણ 2 પહેલી મુલાકાત....!! " શું દીદી તમે પણ ? કેવી રીતે પતંગ આપો છો ? જાવ હવે નીચેથી લઈ આવો..." રોહનના શબ્દો સાંભળી રશ્મિકા પતંગ લેવા માટે નીચે જાય છે અને રોહન નીચે ઊભા રહેલ વિજયભાઈને કહે છે "વિજયભાઈ મારી દીદી પતંગ લેવા માટે આવે છે તો એમને પતંગ આપી દેજો ને " " hmm " વિજયે માત્ર હકારમાં માથું ધુણાવ્યું .... બસ એ શાયરી શાંત બનીને નીચે આવે છે એટલે વિજય તેને પતંગ આપે છે ને ત્યાં થોડીક ક્ષણ માટે બંનેની આંખો મળે છે ..વિજય કઈ બોલે તે પહેલા જ તે શાયરી પતંગ લઈને ત્યાંથી ચાલી જાય છે