ધ સ્કોર્પિયન - પ્રકરણ -59

(92)
  • 5k
  • 5
  • 2.8k

ત્રીજો અને છેલ્લાં પેગની પહેલી સીપ લેતાં આતુર દેવને સિદ્ધાર્થે કહ્યું "દેવ હું મૂળ વાત ઉપર આવું મારી પાસે એમનાં અંગે જેટલી જાણકારી છે અને એ જાણકારી પ્રમાણે હું એમને જેટલાં જાણું છું એ પ્રમાણે ડિકલેર્ડ સ્વયંવર કદી નહીં કરે...કોઈ બીજા પ્રસંગનાં ઓઠા નીચે...” ત્યાં વચ્ચે દેવ બોલ્યો "આટલાં મોટાં માણસને શું નડે ? શા માટે ડરે ? એમને પ્રોપર ચોઈસ મળે...”સિદ્ધાર્થે કહ્યું “અહીંજ બધાં એમને સમજવામાં ભૂલ કરે છે કારણકે સામાન્ય પ્રમાણે બધાં આવું ના કરે રીતસરનો સ્વયંવર કરે.” “રુદ્ર રસેલ તો રુદ્ર રસેલ છે ધનાઢ્ય તો છે જ સાથે સાથે ખુબ જ્ઞાની અને અધ્યાત્મ તરફ વળેલો માણસ છે