તું અને તારી વાતો..!! - 1

  • 6.8k
  • 2
  • 4.4k

# પ્રકરણ 1 કાઈ પો છે.....!!! વહેલી સવારમાં ક્યારેક લહેરાતા એ ધીમા પવનમાં એ શાંત બેડરૂમની બારીના પડદાઓ ઉછળકૂદ કરી રહ્યા છે....અને ત્યાંથી આવતો આછો પ્રકાશ રશ્મિકાના ચહેરા પર આવીને એને અકળાવી જાય છે...અને આળસ મરડતી મરડતી બારી સુધી જઈ અને એ પડદાઓને ખેંચે છે અને એ સાથે જ આખા બેડરૂમમાં પ્રકાશ ફેલાઈ ગયો ....રશ્મિકાએ નખરાળી નજરોથી બેડ પર સુતેલા પ્રેમ પર નજર કરી ....પણ પ્રેમને અકળામણ સાથે પડખું ફરતા જોઈને આંશિક નારાજગી સાથે એ રૂમના બાથરૂમમાં સરી ગઈ..... એ સુંદર સવારની શાયરી રૂમાલથી પોતાના વાળને પંપાળતી અરીસા સામે આવીને શમી જાય છે ને બસ હંમેશની જેમ પોતાનામાં જ ખોવાઈ