સોફીયા અને દેવની વાતચીત ચાલી રહી હતી. દેવ એને છેલ્લીવાર મળવા આવ્યો હતો અને મળવા આવવાં પાછળ એની જિજ્ઞાસા જ હતી કે સોફીયા સાથે શું થયેલું. દેવ સોફીયાને કહી રહેલો કે ‘અમારાં ભારતીય સંસ્કાર છે કે અમે રસ્તે જનારને મદદ કરીએ, કાળજી લઈએ પછી ભૂલી પણ જઈએ. "કેર" લેવી એ માત્ર પ્રેમ નથી. પ્રેમ તો બધાંથી ઉપર છે બે પાત્ર મળે એમની પાત્રતા સામ સામે સરખી હોય -વિચાર સંસ્કારમાં સામ્યતા હોય એકબીજાની કાળજી પ્રેમ અને સન્માનની ભાવના હોય પ્રેમ એમજ નથી થતો અને ક્યારેક ક્યારે થઇ જાય એની પણ ખબર નથી પડતી...બાય ધ વે તેં મને બધી જાણકારી આપી એ