લવ રિવેન્જપ્રકરણ-24 “પપ્પા....!?” સુરેશસિંઘના ઘરે સુધી પહોંચતાં સુધી સિદ્ધાર્થના કાનમાં હજીપણ એ શબ્દો પડઘાઈ રહ્યાં અને સિદ્ધાર્થ એ વિષે વિચારી રહ્યો. કારમાં નેહા પોતાની જોડેજ બેઠી હોવાં છતાંય સિદ્ધાર્થ તેણીને કશું પૂછી ના શક્યો કેમકે કારમાં તેની બીજી બાજુ તેનાં રાગિણીબેન અને આગળની સીટમાં પપ્પા કરણસિંઘ બેઠાં હતાં. જોડે બેઠેલી નેહાના ચેહરા ઉપર તેણે અજબ શાંતિ જોઈ હતી. મંદ-મંદ મલકાઈ રહીને કારની વિન્ડોની બહાર જોઈ રહેલી નેહાના ચેહરા ઉપરના એ ભાવો જોઈને સિદ્ધાર્થ એટલું તો સમજી ગયો હતો કે આ તોફાની પહેલાની શાંતિ હતી. “તારે કોઈ જરૂરી સામાન લેવાનો હોય....તો લઈ લેજે....!” ફ્લેટે પહોંચતાંની સાથેજ કરણસિંઘે સિદ્ધાર્થને