કનેક્શન-રૂહ સે રૂહ તક - 33

(13)
  • 3k
  • 1.3k

૩૩.ભાગમભાગ અપર્ણા એનો પ્લાન બનાવી ચુકી હતી. એ નિખિલને બધું સમજાવીને ઘરની બહાર આવી. ત્યારે જ એનો સામનો વિશ્વાસ અને એનાં પરિવાર સાથે થયો. એની સાથે એનાં મમ્મી-પપ્પા હોવાથી અપર્ણાએ વિશ્વાસને કંઈ નાં કહ્યું. અપર્ણાની જેમ વિશ્વાસ પણ પોતાનો પ્લાન બનાવી ચુક્યો હતો. એટલે એને પણ અપર્ણાને કંઈ કહેવું યોગ્ય નાં લાગતાં એ ચુપચાપ અંદર આવી ગયો. વિશ્વાસ જેવો ઘરની અંદર ગયો. અપર્ણાએ એક મેસેજ ટાઈપ કરીને શિવને મોકલી દીધો, "તારી કારને ઘરથી થોડે દૂર પાર્ક કરજે. બાકી બધી તૈયારી થઈ ગઈ છે." શિવને મેસેજ મોકલીને અપર્ણા પણ અંદર આવી ગઈ. વિશ્વાસ બધાંની નજરમાં સારો બનવા માટે બધાંના આશીર્વાદ લઈ