રાધીએ બીક રાખ્યાં વગર છાણું ત્યાં મૂકી દીધુ. તેણે બીજા હાથમાં બીજું છાણું લઈ બીજી દિશામાં મૂકવા હાથ લંબાવ્યો, એટલે કાળોતરાએ એ તરફ ફેણની દિશા ફેરવી. રાધીએ લાગ જોઈ ફેણની નીચેથી હાથ ખેંસવી લીધો. પછી રાધીએ પોતાના બંને હાથ જોડી નાગદેવતાને નમન કરી કહ્યું, "હે ખેતલીયા આપા અમારી રક્ષા કરજો. અમી માલધારી અને તમી આપડે બધા વગડામાં રેનારા. અમી તમારું ધ્યાન રાખવી, તમી અમારી રક્ષા કરો. હે ખેતલીયા આપા અમારા માલઢોરનું રખોપું કરજો.જો ભૂલથી અહૂર હવારમાં અમારો પગ બગ તમારી ઉપર પડી જાય તો અમને ડંખશો નહીં.હે નાગદેવતા ફેણનો ફૂફાડો મારીને અમને સજાગ કરજો." એટલું બોલી રાધીએ માથું નમાવી નાગ