૧. નૂતન વર્ષપરોઢ પથરાયું આભમાં ને પંખી ઉડયાં આકાશમાંપ્રસર્યો પ્રકાશ સૌ શ્વાસમાં અવની જાગી ઉલ્લાસમાંઆળસ મરડી ઉઠયાં જંગલ છાયું સર્વત્ર મંગલ મંગલનવપ્રભાતની નવી ઉજવણી મૂકી બધી સૌ વાતો પુરાણીશુભ લાભ નવવર્ષના આવ્યાં ઇશ ના અસીમ આશિષો પામ્યાં ૨. પ્રભાત તિમિર ગયું સંતાઈ કોઈ અણજાણી દિશામાં કંકુવરણા આભે ફૂટ્યા તેજ તણાં ફૂવારાગગનગોખથી ક્ષિતિજે ઊતરી સૂર્ય કરે ચમકારાધરતી આળસ મરડી ઉઠી જોઈ રંગ નજારા પહાડોના પાલવ પર ચમકે ધવલ ધોધ ની ધારા સોનલ વરણે દીપી ઉઠ્યાં સરિતાના જળ ન્યારા જાગ્યાં જંગલ ખીલ્યાં ઉપવન રંગ દીસે અલગારા સૃષ્ટિ સઘળી મુખરિત સોહે આનંદના અણસારા ઘંટારવ મંદિરમાં જાગ્યો ને ઝાલરના ઝણકારા પ્રભાતિયાં નરસિંહના ગાતા ધન્ય