પ્રેમનું રહસ્ય - 7

(38)
  • 4.4k
  • 2
  • 2.8k

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૭ કુંદન સાથે વાત કરીને અખિલ પોતાનું કામ હાથ પર લઇ ચૂક્યો હતો. તેનું મન કામમાં પરોવાતું ન હતું. વિચારોના કેન્દ્રમાં સારિકા હતી. સંગીતા સાથેના લગ્ન પછી અખિલના મનમાં આજ સુધી કોઇ સ્ત્રી વિશે વધારે વિચાર આવ્યા ન હતા. બહુ સહજતાથી એ સ્ત્રીઓ સાથે મળતો રહ્યો હતો. સારિકા એમાં અપવાદરૂપ બની રહી હતી કે શું? એના વ્યક્તિત્વમાં કોઇ જાદૂ હતો કે શું? અખિલનું મન ચકરાઇ રહ્યું હતું. અચાનક તેને થયું કે સારિકા વિશે કુંદનને વાત કરવી જોઇએ. એ કુંવારો જ છે. સારિકા તેને ગમી શકે છે. લગભગ એ કુંવારી જ છે. એણે પોતાના પરિવાર વિશે વાત કરી ન