વસુધા - વસુમાં - પ્રકરણ  - 65

(53)
  • 3.8k
  • 2
  • 2.1k

વસુધાએ ભાનુબહેનનાં મોઢે સાંભળ્યું કે સરલા સંતાપ કરે છે અને ભાવેશકુમાર નથી જવાબ આપતાં.. નથી તેડવા આવતાં. વસુધાએ સાંભળતાં તરતજ એનો મોબાઈલ લીધો અને ભાવેશ કુમારને સીધો ફોનજ કર્યો. ભાનુબહેન તો વસુધાને જોઈ જ રહ્યાં કે આ છોકરીએ સીધો અમલ જ કર્યો. ત્યાં સરલા પણ રસોડામાંથી આવીને ઉભી રહી...એને ખબર હતી માં એને રડતા જોઈ લીધી અને વસુધાને એનાં અને ભાવેશ અંગે વાત કરી રહી છે. રીંગ વાગી, થોડીવાર વાગતી રહી પછી ભાવેશે ફોન ઉપાડ્યો. વસુધાએ કોલ રેકોર્ડીંગમાં ફોન મૂકી દીધો એને પીતાંબરે બધું ફોનનું શીખવ્યું હતું પછી બોલી “કેમ છો ભાવેશ કુમાર ? જય મહાદેવ... આશા રાખું તમારી તબીયત