કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 49

(31)
  • 7.7k
  • 2
  • 5.5k

" કૉલેજ કેમ્પસ "ભાગ-49 અને પરી તેમજ આકાશ માતાજીના મંદિરના પરિસરની જગ્યાની સફાઈ કરાવવાથી માંડીને હવનની બધીજ તૈયારી બરાબર કરાવવાની જવાબદારી સોંપીને આવતીકાલે હવનના સમયે અમે સમયસર આવી જઈશું તેમ કહીને નીકળી ગયા. પરી પોતાની માં માધુરીની તબિયતને લઈને આજે થોડી વધારે ચિંતિત અને ઈમોશનલ હતી. હવે માં ગાયત્રી માધુરીની તબિયતને સુધારવામાં મદદ કરે છે કે નહિ તે આપણે આગળ જોઈશું.... બીજે દિવસે હવનની સંપૂર્ણ તૈયારી માતાજીના મંદિરના પરિસરમાં થઈ ગઈ હતી. ખૂબજ સુંદર હવનકુડની રચના કરવામાં આવી હતી. પરી અને નાનીમા પણ સમયસર તૈયાર થઈને મંદિરે પહોંચી ગયા હતા, હવન કુંડની આજુબાજુ બે મહારાજ ગોઠવાઈ ગયા હતા અને તેમની