વારસદાર - 57

(106)
  • 6.4k
  • 4
  • 4.5k

વારસદાર પ્રકરણ 57મંથનને ઓખામાં અદભુત અનુભવ થયો. ગુરુજીની આજ્ઞા પ્રમાણે એ ઓખા આવી ગયો. વહેલી સવારે ૫:૩૦ વાગે દરિયાકિનારે પણ પહોંચી ગયો. ગુરુજીએ કહ્યા પ્રમાણે સાધુ મહાત્માનાં પણ દર્શન થયાં. અને એમને ગુલાબનો હાર પણ પહેરાવ્યો. સાધુની સાથે ઓખાના નવી બજાર એરિયામાં ગોપાલદાદા ના મકાનમાં પણ ગયો અને એક કલાક એમની સેવા પણ કરી. એ પછી ગોપાલદાદાએ એના માથે હાથ મૂકીને સાત દિવસની સમાધિ અવસ્થા કરાવી દીધી ! આવો ચમત્કાર તો એણે પોતાની જિંદગીમાં ક્યારેય પણ જોયો ન હતો. સૌથી મોટી ઉપલબ્ધિ સમાધિના અનુભવની હતી. મંથન રાધે હોટલમાં પહોંચ્યો ત્યારે સવારના ૬:૩૦ વાગી ગયા હતા. સૌથી પહેલાં તો બ્રશ વગેરે