વારસદાર - 52

(100)
  • 6.8k
  • 4
  • 5.1k

વારસદાર પ્રકરણ 52આખરે ૨૪ તારીખ આવી ગઈ. આજે આઈવીએફ ટ્રીટમેન્ટ માટે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ હતી. પરંતુ પિરિયડની તારીખ ઉપર બીજા દસ દિવસ થઈ ગયા હોવા છતાં છેલ્લા દસ દિવસથી પિરિયડ આવતો ન હતો. અદિતિ અને મંથન બંને મૂંઝવણમાં હતાં. ડોક્ટરની એપોઇન્ટમેન્ટ હતી એટલે કેતાને પણ વહેલી સવારે જ ઘરે બોલાવી લીધી હતી. ત્રણે જણાં સવારે ૧૦ વાગે જ ડોક્ટર ચિતલેના ક્લિનિકમાં પહોંચી ગયાં. ડોક્ટર ચિતલેએ બોરીવલીના જાણીતા આઈવીએફ ક્લિનિકના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની એપોઇન્ટમેન્ટ પણ લઈ રાખી હતી. કેતા અને અદિતિનું ચેકઅપ થઈ જાય પછી મંથન અને અદિતિએ એ આઈવીએફ સેન્ટરમાં જવાનું હતું. ગર્ભાશયમાંથી સ્ત્રીબીજ લેવાની આખી પ્રક્રિયા ત્યાં થવાની હતી. " સાહેબ